How to maintain security in online shopping?

આપણે ત્યાં લોકો પહેલાં હોળી, આ દિવાળી કે નાતાલ જેવા તહેવારો પર જ ઓનલાઈન શોપિંગ કરતાં પણ હવે તો રોજબરોજના જીવનમાં ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધતો જાય છે. આજે અનેક લોકો ઑનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરે છે. આમ તો મોટાભાગના લોકોને ઈ-શોપિંગમાં લેવી પડતી તકેદારીનો ખ્યાલ હશે જ, છતાં હવે ભવિષ્યને ધ્યાનમાં લઈને નેટ-શોપિંગ સલામતીની વાત કરવી જરૂરી છે. સિક્યુરિટી જાણકારોના મતે, હેકર્સ અને ફ્રોડસ્ટર્સ ઓનલાઇન ઉપયોગકર્તાને નિશાન બનાવવા તૈયાર જ હોય છે. તહેવારોની સિઝનમાં ઓનલાઇન ખરીદીને સલામત કઈ રીતે બનાવવી તે માટે વાસ્કો ડેટા સિક્યુરિટી ઇન્ટરનેશનલ ગ્રાહકોને નીચેના આઠ ઉપાયો સૂચવે છે.
જ્યારે પણ ઓનલાઇન શોપિંગ કરો ત્યારે હંમેશા તકેદારી રાખો. વાસ્કો ડેટા સિક્યુરિટી ઇન્ટરનેશનલ આઇએનસીના ચીફ ઓપરેટિંગ ઓફિસર અને પ્રેસિડેન્ટ જેન વાલ્કના જણાવ્યા અનુસાર, મોટા ભાગના લોકો ઓનલાઇન ખરીદી વખતે એવું વિચારે છે કે, રિટેલર્સ દ્વારા તેના ડેટાની ગુપ્તતા રાખવામાં આવે છે અને સામાન્ય રીતે એવું જ છે પરંતુ ઘણી વખત લોકો રીટેલરને ખોટી માહિતી પણ આપે છે. જો કે એક એજ્યુકેશનલ કન્ઝયુમર સલામત ગ્રાહક હોય છે. હાલના સમયને જતાં રીટલરે પણ સલામત ઓનલાઈન શોપિંગને મહત્વ આપવું જોઇએ. અહીં તમને ઓનલાઇન શોપિંગના સલામત રસ્તાઓ સૂચવવામાં આવી રહ્યા છે, જેથી કરીને તમને કોઈ મુશ્કેલી કે ભય સામે આવે તો તેને સમજીને સરળતાથી આગળ વધી શકો. આ પ્રકારની માહિતીથી ગ્રાહકોને જાણકારીની સાથોસાથ ઓનલાઇન ખરીદી પરનો વિશ્વાસ પણ વધશે.

એક “s” બધું જ બદલાવી શકે છે.

યાદ રાખો, જ્યારે તમે ક્રેડિટકાર્ડની કોઇપણ વિગત તમારી સ્કિન પર આપો એ પહેલાં વેબપેજ એડ્રેસની શરૂઆતમાં જુઓ તેમાં http: ને બદલે https: હોવું જરૂરી છે. આ ‘S’નો અર્થ થાય છે સલામતી, જે તમારા કોમ્યુટર બ્રાઉઝર અને તમે જે વેબસાઇટની મુલાકાત લીધી હોય તેની વચ્ચેના જોડાણને દર્શાવે છે.

નવું જાણવા માટે તૈયાર રહો

કોઇપણ વસ્તુને કોઈ વિશ્વાસુ વેબસાઇટ કે સ્ટોરફ્રન્ટમાંથી ખરીદો. અજાણી વેબસાઇટનો ઉપયોગ અને તમારી ક્રેડિટકાર્ડની કોઇપણ પ્રકારની ગુપ્ત માહિતી કે તમારી ઓળખ ક્યાંય તથા કોઇને ન આપો. તમારી ઓનલાઇન ચેનલને નજીકથી જાણવા માટે બને તેટલા સાવચેતીભર્યા પગલાં લો. આ ઉપરાંત સામાન્ય શરતો અને નિયમો તથા કોન્ટેક્ટની વિગતોને ધ્યાનથી વાંચો અને શિપિંગ તથા કોઇપણ અન્ય ચૂકવણીની વિગતને પણ ધ્યાનથી ચકાસો.

ઓનલાઇન વિગત સંબંધિત ભોળપણને મનમાંથી દૂર કરો

કોઇ પણ મેઇલમાં ગમે તેટલી સારી ઓફર આવી હોય જે કદાચ ખરેખર સારી હોઈ પણ શકે પરંતુ તમારા ઇ-મેઇલ પર આવતા અજાણ્યા ઇ-મેઇલ કે વેબ લિંક પર ક્લિક કરતાં પહેલાં વિચારો કે ક્યારેક તે કોઇ ફ્રોડ પણ હોઇ શકે છે. ખરીદી કરતાં પહેલા ચકાસણી કરો કોઇપણ પ્રકારની શોપિંગ માટેની વેબસાઇટ જોતાં પહેલાં તમારા કોમ્યુટર કે લેપટોપમાં એન્ટી-વાયરસ કે એન્ટીસ્પાયવેર સોફટવેર અપડેટ છે કે નહીં તે ખાસ ચકાસી લો.

ઓફિસમાં કામના સમયે કામ કરો

કામના સમયે મર્યાદિત ઓનલાઇન શોપિંગ કરો. ઓનલાઇન શોપિંગ તમારા બોસને જ ત્રાસ નથી
આપતું પણ તમારું લેવલ પણ નીચું કરે છે. હાલના સમયમાં કર્મચારીઓ પોતાનાં કામના સ્થળેથી પણ
પર્સનલ શોપિંગની પ્રવૃત્તિ કરતાં હોય તેવી સંખ્યામાં ઘણો વધારો થયો છે પરંતુ આઇટી ડિપાર્ટમેન્ટ દ્વારા તેની આ પ્રક્રિયા પર કેટલું ધ્યાન આપવામાં આવે છે, આ વાતથી તેઓ અજાણ હોય છે.

ખાનગી રાખો

વાઇ-ફાઇ સહિતના કોઇપણ જાહેર સ્થળોએ ખરીદીમાં ઉપયોગમાં લેવામાં આવતા કોમ્યુટરમાંથી ખરીદી કરવાનું ટાળો, કારણ કે આ પ્રકારના સાધનોમાં યોગ્ય સલામતીની સુવિધા હોતી નથી. જે સાયબર ક્રિમિનલ્સ માટે તમારી માહિતી મેળવવા માટે સરળતા કરી આપે છે. મજબૂત, વધુ મજબૂત, સૌથી મજબૂત મજબૂત પાસવર્ડ હંમેશા તમારા ખાનગી અને એકાઉન્ટની માહિતીનું રક્ષણ કરવા માટે ઉપયોગી છે. તમારા ડિવાઇઝ માટે અલગ જ રીતે રાખવામાં આવેલો પાસવર્ડ યોગ્ય છે. જેને ફરીથી ક્યારેય ઉપયોગમાં લેવો નહીં અને તેની સમયમર્યાદા પણ થોડા સમય માટેની જ રાખવી.

બેંકિંગ વ્યવહાર માટે વનટાઈમ પાસવર્ડ ઉપયોગી

જો તમે રીસેલ કરનારા પાસેથી ખરીદી કરતાં હોય તો એક યોગ્ય અને સિક્યોર લોગ-ઈન માંગી લો. ભારતની ઘણી બેંકો અને ક્રેડિટ કાર્ડ દ્વારા તેના ગ્રાહકોને ઓનલાઇન એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે એક વખત ઉપયોગમાં લઇ શકાય તે પ્રકારનો પાસવર્ડ તૈયાર કરી આપવામાં આવે છે, જેને વનટાઈમ પાસવર્ડ કહેવાય છે.

Leave a Comment