Best 5 Tips for Public Speaking In Gujarati

યુવા વર્ગ માટે જાહેરમાં બોલવું એ મહત્વનું કૌશલ્ય છે. પબ્લિક સ્પીકિંગ હવે મોટા ભાગના વર્ગખંડ અભ્યાસક્રમનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ તે હાઇસ્કૂલ, ગ્રેજ્યુએશન પર સમાપ્ત થતું નથી. સૌથી પહેલાં તો જોબ ઇન્ટરવ્યૂમાં તમારા વિચારોને એકત્રિત કરવાની અને ઇન્ટરવ્યૂની પરિસ્થિતિમાં સુસંગત રીતે બોલવાની ક્ષમતાની જરૂર હોય છે. આજે ઘણા વિદ્યાર્થીઓ પ્રભાવશાળી લાયકાત સાથે શાળા અથવા યુનિવર્સિટી પૂર્ણ કર્યા છતાં જ્યારે કૉમ્યુનિકેશનની વાત આવે છે, ત્યારે મોટી સંખ્યામાં પોતાને સ્પષ્ટ અને આત્મવિશ્વાસપૂર્વક વ્યક્ત કરવા માટે સંઘર્ષ કરતા જોવા મળે છે. જો કે, સતત પ્રેક્ટિસ અને ચોક્કસ તકનીકનો ઉપયોગ કરીને, કોઈપણ વ્યક્તિ આત્મવિશ્વાસ સાથે તેમના વિચારોને જાહેરમાં પ્રગટ કરી શકે છે. આ લેખમાં જાહેરમાં બોલવાની ટીપ્સની યાદી તૈયાર કરી છે, જે વિદ્યાર્થીમિત્રોને એક સારા વક્તા બનવામાં મદદ કરી શકે છે.

આગોતરી તૈયારી કરો

જાહેરમાં બોલવાનો ડર એ ચિંતાનું સામાન્ય સ્વરૂપ છે. આ ડર ધરાવતા ઘણા કિશોર અને કિશોરીઓ જાહેરમાં બોલવાની પરિસ્થિતિઓને સંપૂર્ણપણે ટાળે છે અથવા તેઓ શ૨ી૨ ધ્રૂજવું, હૃદયના ધબકારા વધી જવા, કંપતો અવાજ, હાંફ ચઢવી, ચક્કર આવવા એવા અસ્વસ્થતાના લક્ષણોથી પીડાય છે. જો તેઓએ જાહેરમાં બોલવાની પૂર્વ તૈયારી કરી હોય તો તેઓ વધુ તૈયાર અને ઓછા નર્વસ હશે. સામાન્ય રીતે જે લોકો આત્મવિશ્વાસ સાથે પબ્લિક સ્પીકિંગ કરતા હોય છે, તેઓ સામાન્ય રીતે તેમના વિષયને આગળથી સમજી લે છે, તેમાં સંશોધન કરે છે અને માહિતી એકત્રિત કરે છે. પબ્લિક સ્પીકિંગ માટે સૌથી પહેલાં યોગ્ય શૈલી અને સ્વરનો ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે, તમે 
શિક્ષક અથવા ફેકલ્ટી હેડ સાથે વાત કરો છો તે રીતે તમે તમારા ક્લાસ ના મિત્રો સાથે વાત કરશો નહીં. તમે તમારા શ્રોતાઓ ઓ પર શું અસર પાડવા માંગો છો તે વિશે વિચારો. ઉદાહરણ તરીકે, તમે જે બોલો એનો તેઓ અનુભવ કરે એવી તમારી સ્પીચ હોવી જરૂરી છે. ડેલ કાર્નેગી કહે છે કે, “ ફક્ત તૈયાર વક્તા જ આત્મવિશ્વાસને પાત્ર છે. ”

તમારી સ્પીચનું માળખું બનાવો

મોટા ભાગની સ્પીચમાં ત્રણ ભાગ હોય છે. ઈન્ટ્રોડક્શન (Introduction), બોડી (Body) અને કન્ઝ્યુઝન (Conclusion). આ ત્રણ વિશે વિસ્તારથી સમજીએ.
ઈન્ટ્રોડક્શન (Introduction): જાહેરમાં બોલવાનું શરૂ કરતાં માટે પહેલાં તમારો પરિચય આપો. તમારા વક્તવ્યનો વિષય, સંદર્ભ અને સંપૂર્ણ સ્પીચની રૂપરેખા અને એ વિષે પરિચય આપો. આથી ઓડિયન્સ તમારી સાથે જોડાઈ જશે. કોઈ રસપ્રદ હકીકત, ટુચકો અથવા આંકડા સાથે બોલવાનો પ્રયાસ કરો. શ્રોતાઓને સંબોધવાનું યાદ રાખો અને બોલવાની તક બદલ તેમનો આભાર જરૂર માનો.
બોડી (Body): ખાતરી કરી લો કે તમે પરિચયમાં વચન આપ્યું હતું તે બધું તમે આવરી લીધું છે. શક્ય તેટલું સ્પષ્ટ અને સંક્ષિપ્ત બોલવાનું રાખો. મુખ્ય મુદ્દાઓ અને સંબંધિત યોજનાઓ અથવા ક્રિયાઓની આસપાસ શબ્દોનું માળખું બનાવો. કક્લુઝન તમારી સ્પીચના મુખ્ય મુદ્દાઓનો સારાંશ આપો. જો તમારી પાસે કેટલાક પ્રશ્નોના જવાબ આપવા માટે સમય હોય, તો તમારી સ્પીચના અંતે તેનો પણ ઉલ્લેખ કરો.
શ્રોતાઓએ (Conclusion): અંતમાં આપેલાં ધ્યાન બદલ તેમનો ફરીથી આભાર માનો.

રિહર્સલ કરો

જાહેરમાં બોલતી વખતે યોગ્ય ટોન પસંદ કરો. જ્યારે તમે પબ્લિક સ્પીકિંગ કરો ત્યારે તમારા અવાજનો સ્વર એટલો જ મહત્વપૂર્ણ છે જેટલું તમારા શબ્દોનું મહત્વ છે.
દાખલા તરીકે: બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચને તેમના અવાજના ચડાવ – ઉતારની મદદથી, પાવર – પેક્ડ સંવાદો સાથે, 1970 ના દાયકામાં “એન્ગ્રી યંગમેન” ની ઈમેજ બનાવવામાં સફળતા મેળવી. કમ્યૂનિકેશનની વાત આવે ત્યારે અવાજને ‘વ્યક્તિની કોઈની સાથે બોલવાની રીત’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ રીતે તમે તમારા અવાજનો ઉપયોગ તમારા મુદ્દાને સમજવવા માટે કરો. જો તમે તે બરાબર નહીં કરો, તો તમારો મુદ્દો ખોવાઈ જવાનું અથવા ખોટું અર્થઘટન થવાનું જોખમ છે. આક્રમક સ્વર લોકોને અસ્વસ્થ કરી શકે છે અને તેમને તમારાથી દૂર કરી શકે છે. શાંત અને અડગ અવાજ શ્રોતાઓને તમારું ભાષણ સાંભળવા ઉત્સુક બનાવશે.
કેટલીક વાર લોકો ખૂબ ઝડપથી અથવા ખૂબ ધીમેથી વાત કરતા હોય છે. જ્યારે તમે તમારા સાથીઓ સાથે વાતચીત કરી રહ્યા હોવ ત્યારે બહુ ફરક પડતો નથી પરંતુ અજાણ્યા લોકો સામે તમે જે માહિતી આપવાનો પ્રયાસ કરો છો અને એ લોકો જ તમને યોગ્ય રીતે સાંભળી શકતા ન હોય તો તમારું ભાષણ નકામું જાય તેવી શક્યતા છે.
આ માટે તમારે તમારા મિત્રોનાં જૂથની સામે રિહર્સલ કરીને તમારી વાણીના સ્વર અને તેની ગતિને નિર્ધારિત કરી લેવાં જોઈએ. તમે શું સારું અને તેઓ શું વિચારે છે કે તમે શું સુધારી શકો છો તેના પર તેમને તમને થોડો પ્રતિસાદ આપવા દો.

ટેક્નોલોજી અને વિઝ્યુઅલનો ઉપયોગ કરો

છબીઓ આકૃતિઓ, ધ્વનિ અને વિડિયોનો ઉપયોગ કરીને તમારો મુદ્દો રજૂ કરો. આ રીતે તમને બોલવામાં થોડી રાહતા મળે છે અને તમારા પ્રેક્ષકોનું મનોરંજન પણ થાય છે. જો કે, આમ કરવા માટે તમારે કદાચ કેટલીક ટેક્નોલોજીની મદદની જરૂર પડશે. જેમ કે: પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન, ઓવરહેડ સ્લાઇડ્સ, ડિજિટલ ફોટોગ્રાફ્સ, ઓડિયો ક્લિપ્સ વગેરે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટેની કેટલીક સામાન્ય ટીપ્સ પણ છે:
તમે જે કામ કરો છો જો તે અપેક્ષા મુજબ ન જાય તો બેકઅપ પ્લાન રાખો , જેથી પછી કોઈ મુશ્કેલી ન પડે.
તમે પ્રેક્ષકોને જે બતાવી રહ્યા હો તેનો એમને સારાંશ આપો , જેથી તેઓ તમારી સાથે કનેક્ટ રહી શકે.
શ્રોતાઓ સમક્ષ સરળ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન કરો. ટેક્નોલોજીને બદલે શ્રોતાઓને મહત્વ આપો અને એમની સાથે વાત કરો અને તમારી સ્પીચ પર ધ્યાન આપો.

પ્રશ્નો માટે તૈયાર રહો

તમને ખબર નથી કે લોકો શું પૂછી શકે છે પરંતુ તમે તૈયારી કરી રાખો. પૂછી શકાય તેવા પ્રશ્નોની યાદી બનાવો અને તેમના માટે જવાબો તૈયાર કરો (ખાસ કરીને અઘરા). તમારી હકીકતો અને તમારી સ્પીચમાં ઉલ્લેખિત આંકડાઓનો સ્રોત જાણો, દરેક પ્રશ્નનો આત્મવિશ્વાસ સાથે જવાબ આપો અને બને તેટલું શાંત રહો.
અસરકારક જાહેર વક્તા કેવી રીતે બનવું, તે શીખવું એ વ્યક્તિગત જીવનમાં, વર્કપ્લેસ પર અને સામાજિક સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો મુખ્ય તફાવત હોઈ શકે છે.

Leave a Comment