16 માર્ચના રોજ, કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગમંત્રાલય, નીતિન ગડકરીએ હાઇડ્રોજન આધારિત એડવાન્સ્ડ ફ્યુઅલ સેલ ઈલેક્ટ્રિક વ્હીકલ (FCEV) માટે પાઇલટ પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કર્યું.
Pilot project
- આ પાયલોટ પ્રોજેક્ટ ટોયોટા કિર્લોસ્કર મોટર પ્રાઈવેટ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. ટોયોટા આ પ્રોજેક્ટ માટે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેકનોલોજી (ICAT) સાથે કામ કરશે.
- આ પ્રોજેક્ટમાં ભારતના રસ્તાઓ અને આબોહવાની પરિસ્થિતિઓ પર “ટોયોટા મિરાઈ” નામના વિશ્વના સૌથી અદ્યતન ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વ્હીકલ (FCEV) ના અભ્યાસ અને મૂલ્યાંકનનો સમાવેશ થાય છે.
- તેનો હેતુ હાઇડ્રોજન, ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વ્હીકલ (FCEV) ટેક્નોલોજી અને હાઇડ્રોજન આધારિત ઇકોસિસ્ટમને ટેકો આપવાના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો છે.
Toyota Mirai
- Toyota Mirai 2014 માં લોન્ચ કરવામાં આવી હતી અને
- તે વિશ્વના પ્રથમ હાઈડ્રોજન ઇંધણથી ચાલતા ઈલેક્ટ્રિક વાહનોમાંનું એક છે. જાપાનીઝમાં “મિરાઈ’ શબ્દનો અર્થ
- “ભવિષ્ય’ થાય છે. તે હાઈડ્રોજન ફયુઅલ સેલ બેટરી પેક દ્વારા સંચાલિત છે.આકાર સિંગલ ચાર્જપર 650 કિમી સુધીનું અંતર કાપી શકે છે. તે માત્ર પાંચ મિનિટમાં રિફ્યુઅલ કરી શકાય છે.
FCEV
- ફયુઅલ સેલ ઈલેક્ટ્રિક વ્હીકલ (FCEV) હાઈડ્રોજન દ્વારા
- સંચાલિત છે. FCEV ઈકો-ફ્રેન્ડલી છે, કારણ કે તે શૂન્ય
- ટેલપાઈપ ઉત્સર્જન ધરાવે છે. આમ, તે શ્રેષ્ઠ શૂન્ય-ઉત્સર્જન ઉકેલોમાંથી એક છે.
Green Hydrogen
- ગ્રીન હાઇડ્રોજન એ વિદ્યુત વિચ્છેદન-વિશ્લેષણ દ્વારા
- નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ કરીને ઉત્પાદિત હાઈડ્રોજન
- છે. ગ્રીન હાઇડ્રોજન માર્ગ પરિવહન જેવા વિવિધ ક્ષેત્રોને કાર્બન મુક્ત બનાવવામાં મદદ કરે છે.
- ગ્રીન હાઇડ્રોજનની સંભવિતતાનો ઉપયોગ કરવા માટે ફ્યુઅલ સેલ ઈલેક્ટ્રીક વ્હીકલ (FCEV) ટેક્નોલોજીનો પરિચય બધા માટે સ્વચ્છ અને સસ્તુ ઉર્જા પ્રદાન કરવામાં મદદ કરશે.